Oasis Wishes A Very Happy & Joyous Independence Day |
A Speical Issue on 'Oasis - I.Y.L.D.P.' |
Indian Young Leadership Development Program by Oasis
for Wholistic Development of Youths & Mother India |
|
What is I.Y.L.D.P.? |
Children's Freedom Movement:
Nation Building Through Radical Changes in Education System |
At Oasis, we believe that the roots of plaguing problems of our country – Corruption, Poverty, Unemployment, Pollution etc. lie in our Education System. Is it possible to have corruption unless educated people are party to it? Present Education system is failing somewhere to see 'the child in pursuit of knowledge, and not knowledge in pursuit of the child'.
Inculcating right values in the next generation is the only way out. So, 'Indian Young Leadership Development Program' has been launched with a vision to influence radical changes in the Educational System in coming times. |
|
In last 5 years, since Oasis has started working directly with children under IYLDP, hundreds of children have benefited. There are many who have shown exemplary growth. Hiral Soni, aged 16, is one of the star kids & a young Oasisian who has shown amazing transformation after she got into a nourishing environment & right upbringing. Her article, below, shows what is possible if a child gets an atmosphere of continuous learning & growth… If every home becomes such platform and every child gets such upbringing, then Indian Society can transform in a single decade. |
પ્રેમ એટલે શું? સાચા અર્થમાં પ્રેમ કોને કહી શકાય? |
પ્રેમની તો કોઈ વ્યાખ્યા આપી નથી. પરંતુ જો મારે પ્રેમની વ્યાખ્યા આપવી હોય તો હું કંઈક આ પ્રમાણે આપું...
પ્રેમ એટલે કોઈ પણ સંબંધમાં સામેવાળી વ્યક્તિને પૂરેપૂરી રીતે સમજી - તેની પરિસ્થિતિ, તેની સારી વસ્તુઓ, તેની સીમા, તેનું હૃદય, તેના પ્રયત્નો, વગેરે - સાંભળી, તેના હિતમાં વિચારી, બધું કાર્ય કરી, કોઈ પણ સ્વાર્થ વગર તેને કંઈ સારું સારું આપવાની તીવ્ર ઝંખના; તેની સાથે એકમેળ સાધી, સાથે કંઈક સાચું કાર્ય કરી, એકબીજાને વિકસાવી, શીખી, ઘર્ષણમાં પણ વિશ્વાસ અને શ્રદ્ધા જાળવી, સંબંધને સાચી રીતે વિકસાવી, સંબંધ તેમ જ વ્યક્તિને આદર આપી, તેના સાંનિધ્યમાં રહી, બીજાઓની અથવા એકબીજાની મદદ કરવી એટલે પ્રેમ.
જ્યારે આપણે પ્રેમ કરતા શીખીએ છીએ ત્યારે આપણી અને સામેવાળી વ્યક્તિ વચ્ચે ઘણાં ઘર્ષણ ઊભાં થાય છે. જેમ કે, ક્યારેક આપણને આપણી ઉપર ગુસ્સો આવે છે, તો ક્યારેક સામેવાળી વ્યક્તિ ઉપર બહુ ગુસ્સો આવે છે અને આવી પરિસ્થિતિમાં બધું જ છોડી, સંબંધ તોડીને ક્યાંક ભાગી જવાનું મન થાય છે. તો ક્યારેક, સામેવાળી વ્યક્તિ આપણને કંઈક સાચું શીખવતી હોય તો આપણો અહંકાર આડે આવે છે. અને આપણે બસ! સામેવાળી વ્યક્તિની ભૂલો શોધવા બેસી જઈએ છીએ. ખરેખર! આ પરિસ્થિતિમાં સામેવાળી વ્યક્તિને સાંભળી, સમજવાની જરૂર હોય છે. પણ આપણે તેવું કરી શકતા નથી, અને આવી પરિસ્થિતિમાં આપણને લાગે છે કે સામેવાળી વ્યક્તિ આપણને જરાય સમજતી નથી. પણ ત્યાં ખરો પ્રશ્ન તો એ ઊભો થાય છે કે શું આપણે તે વ્યક્તિને સમજી રહ્યા છીએ ખરા? આપણે તે સમયે સ્વાર્થની લાગણીઓનાં તોફાનોમાં એવા તો ફસાયા હોઈએ છીએ કે અહંકાર આપણને બીજાને સમજવાનો વિચાર આવવા દેતો નથી. |
લાગણીઓનાં કાળાં વાદળાં સચ્ચાઈ દેખાવા દેતાં નથી. અને આ ચક્કરમાં આપણે શ્રદ્ધા અને વિશ્વાસને જ ભૂલી જઈએ છીએ. જેમ અહંકાર હટશે તેમ શ્રદ્ધાનું અજવાળું આવશે અને સ્વાર્થ હટશે એટલે વિશ્વાસનો દીવો પ્રજ્વલિત થશે. એટલે પ્રેમ શીખવા અને વિકસાવવા અહંકાર અને સ્વાર્થ છોડતાં શીખવું જ પડશે; અને ત્યારે જ વ્યક્તિને સાંભળતાં અને સમજતાં, અને પછી જ મદદ કરતાં શીખવું પડશે. અને ત્યારે જ ખરી પરીક્ષાની ઘડીએ પ્રેમ કરતા આવડશે. નહીંતર પ્રેમના મીઠા દેખાતા સંબંધનું પુષ્પ તો હશે પરંતુ તેની મીઠી સુગંધ ક્યાંક ખોવાયેલી હશે.
આ મારો અનુભવ મેં લખ્યો છે મારા બધા જ સંબંધોને લઈને. ખાસ કરીને મારા અને સંજીવભાઈના સંબંધમાં મેં આ અનુભવ્યું છે. જ્યારે હું ખુશ હોઉં છું ત્યારે હું તેમને ખૂબ સારી રીતે સમજી શકું છું. પરંતુ જ્યારે તેઓ મારી મદદ કરવા માટે, મારા વિકાસ માટે મને ન ગમે તેવું કંઈક સાચું સમજાવે છે ત્યારે મને બહુ ખોટું લાગે છે અને તે મારા અહંકારને છંછેડે છે. હું તેને વશ થઈ તોછડાઈભર્યું વર્તન કરું છું. પોતાની જાતને બિચારી બનાવી સંજીવભાઈ મને ક્યારેય નથી સમજતા તેવી પરિસ્થિતિ યાદ કરું છું. લાગણીઓનાં તોફાનોમાં સ્વાર્થી બનીને ફસાઈ જાઉં છું.
મારી ભૂલ સમજી, સંજીવભાઈને ભેટીને, તેઓને સાંભળીને પરિસ્થિતિ સુધારી શકું છું તેવું હું જાણું |
છું. પરંતુ મારી અંદર છુપાયેલો અહંકારનો રાક્ષસ મને તેવું કરવા દેતો નથી. પરિણામે આવી ઘર્ષણભરી પરિસ્થિતિમાં હું તેમના પરનો વિશ્વાસ અને શ્રદ્ધા ગુમાવી બેસું છું, અથવા તો ઊભાં કરી શકતી નથી. અને ત્યાં જ મારા પ્રેમને શીખવાના અવસરને ચૂકી, હું પ્રેમની બાબતે મારો વિકાસ અટકાવી દઉં છું. જ્યારે આ લાગણીઓના તોફાનમાંથી બહાર આવું છું ત્યારે સમજાય છે કે ભૂલ ઘણી મોટી હતી. પછી માફી માંગું છું અને અમે વિશ્લેષણ કરી શીખીએ તો છીએ પરંતુ પેલી શ્રદ્ધાની વાત નથી શીખી શકતી. કારણ કે, તે આવી સંઘર્ષની પરિસ્થિતિમાં જ જાળવીને શીખી શકાય છે. પરિણામે અમારા સંબંધનું પુષ્પ ખીલેલું સુંદર મજાનું હોય છે, સુવાસ પણ – જ્યારે હું ખુશ હોઉં છું ત્યારે – હોય છે; પરંતુ સંઘર્ષની પરિસ્થિતિમાં સુવાસ ક્યાંક ખોવાઈ જાય છે અને ફૂલ મૂરઝાઈ જાય છે.
તો, આવા પુષ્પનો શું મતલબ જે આંધી-તુફાન સામે હસતું, ખીલેલું અને સુગંધિત નથી? જો તે આંધી-તુફાનમાં પણ હસતું, ખીલેલું હોય, ભલે સુગંધથી રિસાયેલું હોય, પણ તોફાનને તેની ભનક પણ ન પડે અને આંધીએ છેવટે હાર માની શાંત જ થઈ જવું પડે, અને તો, પ્રેમને આપણે સાચી રીતે સમજીએ અને જાણીએ છીએ તેવું સાબિત થાય.
કોઈ પણ પ્રેમના સંબંધમાં સંઘર્ષ ન થાય તેવું બને જ નહીં. અને તે જ તો સાચો પ્રેમ કહેવાય! સંઘર્ષ થાય છે તો જ આપણે એકબીજાને સમજી શકીએ છીએ અને સંબંધ વધુ ગાઢ બને છે. પથ્થરમાંથી હીરો સંઘર્ષથી જ બને છે. ઘર્ષણ એટલે પ્રેમનો અંત નહીં, પરંતુ પ્રેમને વધુ ને વધુ ઝળહળતો અને સુગંધિત બનાવવાની શરૂઆત. દરેક ઘર્ષણ બાદ, પ્રેમ હોય છે તેના કરતાં વધુ સુગંધિત અને ઝળહળતો બની જાય છે – જો તેનું સાચી રીતે વિશ્લેષણ કરી એકમેકને સમજ્યા હોઈએ તો....
~ હિરલ સોની, ધો.૧૨, વડોદરા |
|
Programs under I.Y.L.D.P. :- |
Life, Love & Friendship Camps: Basis of Character Building Education |
|
Children come into contact with Oasis at an early age of 11 to 13 years through their own school or other organizations and begin their journey of learning with a 3-year Freedom Course which is divided into 3 residential camps - Life Camp, Love Camp & Friendship Camp - for respective year.
The very purpose of Oasis Camps is to facilitate the unveiling of the hidden potentials of human-being. Without mere lectures or preaching, principles and values of Life are introduced in a way that can be understood easily with help of special curriculum, highly participatory modules and processes.
These camps are the basis of Character Building Education which make youth ready to face the world more confidently and to live a meaningful and successful life; which should have been the aim of 'Education'. |
Dream India Camps (formerly known as Summerhill Camps) :
Developing Future Citizens of Free India |
|
Dream India Camps are specially designed as 8-10 days residential camps based on the principles of Freedom & Happiness (inspired by Summerhill School, U.K.). In an atmosphere of complete freedom, children are exposed to cultivate the qualities of leadership, brotherhood and teamwork. They also learn to cultivate deep sense of responsibilities as future citizens of India. |
ઓએસિસ ડ્રીમ ઇન્ડિયા કૅમ્પ: શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિના મંડાણ??? |
9-9.5 એકર જમીનમાં પથરાયેલા જંગલની વચ્ચે આવેલી ઓએસિસ ઇન્સ્ટિટ્યૂટ, ઇંગ્લૅન્ડમાં સમરહિલ પછીની દુનિયાની બીજી અને સમગ્ર ભારતની પ્રથમ એવી ઇન્સ્ટિટ્યૂટ છે કે જેમાં આઠ દિવસના સમગ્ર કૅમ્પનું સંચાલન બાળકો દ્વારા કરવામાં આવે છે. એક એવી ઇન્સ્ટિટ્યૂટ કે જે હાલના વેરઝેરથી ભરેલા વિશ્વમાં પોતાની ઓળખ 'Home of Friendship' તરીકે આપે છે. આ ઇન્સ્ટિટ્યૂટનું પાર્લામેન્ટ સેશન ચલાવવા માટે કૅમ્પના જ 63 વિદ્યાર્થીઓએ પોતાનામાંથી પોતાના કુલ છ પ્રતિનિધિ અને પાર્લામેન્ટનું સંચાલન કરવા માટે બે સ્પીકરની નિમણૂક મતદાન પદ્ધતિએ કરી. આ ઇન્સ્ટિટ્યૂટમાં કૅમ્પના દરેક સભ્ય, જે પાર્લામેન્ટ મેમ્બર પણ છે, તેમણે તેમની સમસ્યાઓ સજેશન બોક્સ દ્વારા પાર્લામેન્ટ સુધી પહોંચાડી. તે પછી પાર્લામેન્ટમાં આરોપી પર મુકદ્દમો કરીને આરોપીને રચનાત્મક અને સર્જનાત્મક ઢબે સજા પણ કરવામાં આવી.
|
આ પ્રવૃત્તિ, વિદ્યાર્થીઓને સંપૂર્ણપણે સ્વતંત્રતા આપીને વ્યવસ્થાપન કરવા દેવાની એક કવાયત છે. જેથી આ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં જ્યારે દેશને ચલાવવા માટેની ઉંમરના થશે ત્યારે તેમનામાં આ કૅમ્પ દરમ્યાન થયેલા અનુભવોને આધારે લીડરશિપ, આત્મવિશ્વાસ, હિંમત, નિર્ણયક્ષમતા, પરખક્ષમતા જેવા ગુણોનો વિકાસ થયેલો હશે.
પરંતુ હાલની શિક્ષણપ્રથામાં વિદ્યાર્થીને પાંગળો બનાવવામાં આવે છે. |
સતત ઉપરીની શેહમાં દબાતા કલાર્કની જેમ વિદ્યાર્થી શિક્ષકની શેહમાં દબાતો રહે છે. તે ડિગ્રી તો મેળવે છે પરંતુ તે રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપે તેવું કાંઈ પણ કરી શકતો નથી. પરંતુ જો દેશની દરેક શાળામાં આ પ્રકારની પાર્લામેન્ટ સ્થપાય કે જેમાં શિક્ષકને પણ પોતાના ખોટા કામ માટે પાર્લામેન્ટની સજા બંધનકર્તા હોય અને શિક્ષક પણ સંસદ પ્રત્યે જવાબદેહિતા ધરાવતો હોય તો વિદ્યાર્થીમાં સત્યપ્રેમ, નેતૃત્વ, કાયદાનો ડર, નિર્ણયશક્તિ, પરખક્ષમતા જેવા ગુણોનો વિકાસ થાય.. જો હાલમાં અણ્ણા હજારે જેવા એક વયોવૃદ્ધ નેતા એકલપંડે ભ્રષ્ટાચાર વિરોધી લડાઈનું બ્યૂગલ બજાવી શકતા હોય તો દેશના આ રીતે કેળવાયેલા કરોડો યુવાનો શું ન કરી શકે? જો ભ્રષ્ટાચારના વિરોધમાં આ રીતની ઝુંબેશ ચલાવાતી હોય તો શિક્ષણની આ પાંગળી અને ખખડધજ પ્રથાને બદલવા માટે શા માટે ઝુંબેશ ન ચલાવવી જોઈએ???
~ મંત્રરાજ નાયક,
પ્રથમ વર્ષ - એન્જિનિયરિંગ, નવસારી |
|
Learning & Growing is Real Oasis.... |
After coming back from IYLDP Camp at Himalayas, I just went into my routine life forgetting my promises & principles I had decided to follow. After some time I realised that if I am not fulfilling what I have promised then what is the meaning of IYLDP? Soon I opened my IYLDP book and saw what I had written in it. Huh!!! I realised that I have promised the things which are very difficult to follow-HONESTY, TRUTHFULNESS, DAILY EXERCISES...
|
Then I analysed myself for all those things. I was hiding something and I felt I am not HONEST.
|
Before IYLDP camp I & my friends used to copy each other’s answer-sheets in our tests and exams. But then I decided not to copy. It was hard for me not to complete all the questions & I had to work harder. But finally I got rid of my copying. When I got my marks, I had a good feeling of satisfaction in my heart. Actually it increased my self-confidence.
~ Khushi Ahir, Std. 12, Navsari |
|
Creative Reflection from a Young Leader: |
हम जीना जानते है
हम दुनिया में जीना जानते हैं, आप दुनिया को जूठी कहते हैं
हम जिंदगी जीना जानते हैं, आप जिन्दगी गँवाना
यही फर्क है हम में और आप में
हम हर पल को पाना चाहते हैं और आप छोड़ना
डर है कहीं आप खो न जाए इस असमंजस में
इंसानियत के नाते ही सही लेकिन हम भूलों को रह दिखाना चाहते हैं
हम भी रास्ता भूल गए थे, चले गए थे किसी और मोड़ पर
लेकिन सुबह को भूले शाम को लौट आये थे
हमने जो कांटे सहे उस में से औरो को निकालना चाहते हैं
माँ के आँचल को, पिता के प्यार को दुबारा दोहराना चाहते हैं
हम आप को जीने का मतलब सिखाना चाहते हैं... |
હસ્મિતા પરમાર,
બીજું વર્ષ, આર્ટ્સ ફૅકલ્ટી,
મ. સ. યુનિવર્સિટી, વડોદરા |
Advance Leadership Development Camps at Himalayas:
Testing the Commitment |
|
The Advanced Leadership Development Camps at Himalayas are special camps for creating and facilitating those youngsters who want to become real leaders & have the fire within to change the society and to build the India of our dreams. These youngsters are selected on the basis of their performance in various Oasis Camps, especially Dream India Camps. |
Crux of reflections tells the story -
If we start training youths from beginning we get better results in future & our India is going to rule the world… I learned (to ask my self) that am I inspiration to someone? And if not, in what matter I am going to be an inspiration to all in future? ~ Rajvi Shah, Vadodara
આ મારા જીવનનું પહેલું ટ્રૅકિંગ હતું. મને ખબર પડી કે હું આટલા બધા - ૧૦ થી ૨૫ કિ.મી.પણ ચાલી શકું છું, સતત સાત દિવસ એક દિવસ પાડ્યા વગર પણ ચાલી શકું છું. મારા મનની શક્તિથી મારે જે કરવું હોય તે હું કરી શકું છું, હું મનની આગળ હારી જતી નથી તે મને શીખવા મળ્યું. ~ હિરલ સોની, વડોદરા
દરેક પળે લીધેલા સાચા નિર્ણયને લીડરશિપ કહેવાય. લીડર કોઈ અલગ કામ નથી કરતા પરંતુ દરેક કામ અલગ રીતે કરે છે તે મને ખૂબ સારી રીતે શીખવા મળ્યું. ~ મેહા પટેલ, સુરત
હું પહેલા દિવસે હતી તેનાથી આઠમા દિવસે જુદી જ થઈ ગઈ. આ કૅમ્પની એક પણ ક્ષણ એવી ન હતી કે જે દરમ્યાન મેં મારી જાત સાથે સંઘર્ષ ના કર્યો હોય. આ કૅમ્પમાંથી સાચે જ મેં એટલું બધું ભાથું મેળવ્યું છે કે જે હું જીવનપર્યંત અમલમાં મૂકીને એક સારું જીવન જીવી શકીશ, માણી શકીશ. ~ કરિશ્મા ભાટિયા, નવસારી |
|
Leadership Training in various Camps |
|
Apart from advanced camps at Himalayas, the youngsters who have shown keen interest in joining Oasis Movement and have proven their leadership qualities undergo various training programs such as learning management in various Oasis Camps, take up a small project, organize Youth Camps and so on. |
Crux of reflections from youth leaders: |
આ કૅમ્પમાં અમારો કામ કરવાનો અનુભવ ખૂબ જ સારો રહ્યો. મને લાગતું હતું કે આ કામ સહેલું છે. પછી અંદર ઊતારીને જોયું કે ખૂબ જ સરસ છે. હું ઓએસિસનો આભાર માનું છું કે મને લીડર તરીકે મૅનેજમેન્ટમાં સામેલ કરી. Thank you Oasis!!
~ માર્ગી પારઘી, વડોદરા
My experience as part of management for the first time was good, got to learn many things. Though the work was tiring I found it thrilling and I enjoyed the work.
~ Prajwal V., Bangalore
The experience of teaching the participant was great & I also got a chance to learn a lot from them. I just liked my work & my conversation with all my new friends.
~ A. Vignesh, Bangalore |
હું મૅનેજમેન્ટમાં હતી અને આસિ. ફૅકલ્ટી પણ હતી. ખૂબ મજા આવી. બાળકો સાથે મિત્રતા કરી અને તેમની સાથે કેવી રીતે કામ કરવું તે શીખવા મળ્યું. જિંદગીનો સૌથી સારો એવો અનુભવ કે જેને હું વ્યક્ત નથી કરી શકતી.
~ જાગૃતિ પાટીલ, નવસારી
It was really awesome. I had new experience in teaching to girls. I came to know that my problem is nothing in front of problems girls are facing.
~ Pooja N., Bangalore
મારા પર જવાબદારી આવી અને મને જવાબદારી નિભાવવાની મજા આવી. મુસીબતોમાં શાંતિથી કેવી રીતે કામ કરવું એ શીખવા મળ્યું.
~ આત્મિ નાયક, નવસારી |
મને ખબર પડી કે શીખવા કરતાં શીખવવું અઘરું છે. અને મને શીખવતાં શીખવતાં ઘણું શીખવા પણ મળ્યું. મને ખરીદીનું કામ કરવાની બહુ જ મજા આવી. પહેલાં થોડી મુશ્કેલીઓ પડી, પછી ધીમે-ધીમે શીખતા ગયા. કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ તેની ખબર પડી.
~ અભિષેક પટેલ, વડોદરા
Everything in the camp was good – Each & everything was important. I liked being with the children and their caring & loving nature.
~ Lavanya K., Bangalore
આ કૅમ્પમાં શીખવવાનો અનુભવ ખૂબ જ શ્રેષ્ઠ રહ્યો. શીખવવા કરતાં વધુ શીખવા મળ્યું. મારી જિંદગીનો સૌથી યાદગાર કૅમ્પ!
~ શૈલેષ અગ્રવાલ, નવસારી |
|
Patriotism Camp: Strengthening Patriotism for Nation Building |
|
|
Patriotism Camps as part of I.Y.L.D.P. are organized to create awareness amongst young leaders of Oasis about the present situation in our country, rich heritage & cronic problems plauging the development. |